News of Friday, 15th August 2025
નવસારીમાં પારસી સમાજ દ્વાર નવરોઝની ઉજવણી : અગિયારીમાં જઈને પવિત્ર અગ્નિને પુષ્પ અને સુખડ અર્પણ કર્યા
250 વર્ષ જૂની પારસી અગિયારીમાં સમાજે પવિત્ર અગ્નિના દર્શન કરી 1395માં નવા વર્ષની શરૂઆત કરી છે

નવસારી : ભારતમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજે આજે નવરોજની ઉજવણી અગિયારીમાં જઈને પવિત્ર અગ્નિને પુષ્પ અને સુખડ અર્પણ કર્યા હતા. 250 વર્ષ જૂની પારસી અગિયારીમાં સમાજે પવિત્ર અગ્નિના દર્શન કરી 1395માં નવા વર્ષની શરૂઆત કરી છે.
આજે નવરોઝના દિને પારસીઓએ મોટી સંખ્યામાં અગિયારી બહારથી સુખડના લાકડાના ટૂકડા લઈ પવિત્ર અગ્નિને અર્પણ કર્યા હતા. હજારો વર્ષ પૂર્વે ઇરાનથી દક્ષિણ ગુજરાતના કાંઠે સંજાણ બંદરે પારસીઓ ઉતર્યા, નવસારીમાં વસ્યા અને તેને પોતાનું બનાવ્યુ. ઇરાનથી લાવેલા પાક આરસ બહેરામ એટલે કે અગ્નિદેવને નવસારીમાં અગિયારી બનાવી ઘણા વર્ષો સુધી સાચવ્યો હતો. એજ ઐતિહાસિક અગિયારીમાં પારસીઓએ પવિત્ર આતસ બહેરામને સુખડ અર્પણ કરી અને પ્રાર્થના કરી હતી.
હજારો વર્ષોની પરંપરા અનુસાર પારસી કેલેન્ડરના અંતિમ મહિનાના અંતિમ 10 દિવસ મુક્તાદના એટલે પૂર્વજોને યાદ કરવાના દિવસો બાદ પારસીઓ પ્રાયશ્ચિત માટે પતેતી ઉજવે છે. જેમાં નવસારી શહેરના તરોટા બજાર સ્થિત 250 વર્ષ જૂની પારસી અગિયારીમાં આવી પાક આતસ બહેરામને પુષ્પ, સુખડના લાકડાના ટુકડાઓ અર્પણ કરી અને લોબાનની આહૂતિ આપી અગિયારીમાં દર્શન બાદ પારસીઓએ એક-બીજાને નવરોઝની મુબારકબાદી આપી હતી. હજારો વર્ષ પૂર્વે ઇરાનથી દક્ષિણ ગુજરાતના કાંઠાના સંજાણ બંદરે ઉતરેલા પારસીઓ અહીં દૂધમાં સાંકરની જેમ ભળી ગયા છે. સંજાણ બંદરે ઉતાર્યા બાદ પારસીઓ નવસારી તરફ વધ્યા અને અહીં તેમને ઇરાનના સારી શહેર જેવો નજારો જોવા મળ્યો હતો. જેથી પારસીઓ નવું સારી નામ આપી અહીં વાસી ગયા હતા. જે આજે અપભ્રંશ થઈ નવસારી તરીકે ઓળખાય છે.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
