તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૧ સોમવાર
News of Saturday, 16th August 2025
અમદાવાદના ભાડજમાં જન્માષ્ટમીની ઉજવણીની પૂરજોશમાં તૈયારીઓ : ભક્તોમાં અનેરો ઉત્સાહ
દિવસભર મહાભિષેક, હિંડોળા ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્વર્ણરથ ઉત્સવ, ભજન સંગીત અને વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિ

અમદાવાદના ભાડજમાં જન્માષ્ટમીની ઉજવણીને લઇને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આજે દિવસભર મહાભિષેક, હિંડોળા ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્વર્ણરથ ઉત્સવ, ભજન સંગીત અને વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. હરેકૃષ્ણ મંદિર ખાતે લાખો ભક્તો માટે વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો આજે દિવસભર મંદિરમાં દર્શન કરી શકશે. મહામંગલા આરતી અને ભગવાનના જન્મની ઘડી બાદ રાત્રે 1:00 વાગે દર્શન બંધ થશે.
ભગવાન શ્રીકૃષ્ણનો પંચગવ્ય, ઔષધિઓ, ફળોના રસ, અને સાત પવિત્ર નદીઓના જળથી 108 કળશ વડે અભિષેક કરવામાં આવશે. શ્રી રાધામાધવને સુંદર રેશ્મી વસ્ત્રો અને વૃંદાવનથી તૈયાર કરેલ કિંમતી આભૂષણોથી શણગાર કરાશે. મંદિરને રંગબેરંગી પુષ્પોથી શણગારવામાં આવશે. 1008 વિશેષ પકવાનો અને મીઠાઈઓનો પ્રસાદ ભગવાનને અર્પણ કરી ભક્તોમાં વહેંચાશે. આ સિવાય ફરાળી પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ભક્તોને તકલીફ ન પડે તે માટે 1000થી વધુ સ્વયંસેવકો સેવા આપશે.
હરેકૃષ્ણ મંદિર ખાતે રાત્રે 10:00 વાગ્યાથી દિ કથકર્સ ગ્રુપ દ્વારા કૃષ્ણલીલા નૃત્ય પ્રદર્શન: “અચિંત્ય - અકલ્પ્ય ભગવાન” નામનું નૃત્ય રજુ કરવામા આવશે. જ્યારે સવારે 9:00થી મધ્યરાત્રિ 12:30 સુધી ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય નામનું 21 લાખ વખત રટણ અને શ્રી ધામ વૃંદાવનથી આવેલા ભક્તો અને કલાકારો દ્વારા ભજન સંગીત કાર્યક્રમ યોજાશે. સાંજે 7:00 વાગે ભગવાન શ્રી રાધામાધવની સ્વર્ણરથમાં સવારીનું આયોજન.
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
