<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

ગાંધીનગરમાં લાંબા સમયના વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ : ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજાનું આગમન

વાવોલ, કુડાસણ, સરગાસણ, રાયસણ, પેથાપુર, રાંધેજા, પાલજ સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો

ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ગાંધીનગરમાં લાંબા સમયના વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. સેક્ટર 1 થી 30 અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.વાવોલ, કુડાસણ, સરગાસણ, રાયસણ, પેથાપુર, રાંધેજા, પાલજ સહિત વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે

   ગાંધીનગરમાં લાંબા સમયના વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ધીમી ધારે વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી રાહત મળી છે. શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હાલ અલગ અલગ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે  

(12:42 PM IST)