<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અમદાવાદ અને ગાંધીનગરમાં મેઘરાજાના વરસી પડશે

નવસારી,વલસાડ,દમણ,દાદરાનગર હવેલી, નર્મદા,ભરૂચ,સુરત,ડાંગ,તાપીમાં ભારે વરસાદની શકયતા

અમદાવાદ : રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી,વલસાડ,દમણ,દાદરાનગર હવેલી, નર્મદા,ભરૂચ,સુરત,ડાંગ,તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

   વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ધીમી ધારે વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી રાહત મળી છે. શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હાલ અલગ અલગ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે.

(12:43 PM IST)