તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 16th August 2025
અમદાવાદમાં ફરી રાદહારી માટે 'કાળ' બની BRTS : રોડ ક્રોસ કરતા વૃદ્ધને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત
કૃષ્ણનગર વિસ્તારમાં બસે તેમને ટક્કર મારી: ટક્કર એટલી ભયાનક હતી કે વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થયું.

અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આજે એક દુઃખદ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. BRTS બસે રોડ ક્રોસ કરી રહેલા એક વૃદ્ધને અડફેટે લીધા બાદ તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનામાં મૃતક વૃદ્ધનું નામ નરેન્દ્રસિંહ બન્ના હોવાનું પોલીસે જણાવ્યું છે, જેમની ઉંમર અંદાજે 80 વર્ષ હતી.
પ્રાથમિક માહિતી મુજબ,નરેન્દ્રસિંહ બન્ના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા હતા અને તેઓ સવારે પોતાના નિત્યકર્મો માટે બહાર નીકળ્યા હતા. તે દરમિયાન તેમણે રસ્તો ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે BRTS કોરિડોરમાંથી ઝડપથી આવી રહેલી બસે તેમને ટક્કર મારી. ટક્કર એટલી ભયાનક હતી કે વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થયું.
ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તરત જ પોલીસને જાણ કરવામાં આવી. સારવાર માટે એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી હતી, પરંતુ ડોકટરોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા. ઘટનાસ્થળે ભારે ભીડ જમા થતાં પોલીસએ ભીડને કાબૂમાં લીધી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બસચાલકે પૂરજોશે બસ હંકારી રહી હતી અને વૃદ્ધને રસ્તા પર જોઈને પણ બસ ધીમી નોતી પાડી. આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને રસ્તાની સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે.
બસ ચાલક અકસ્માત બાદ બસ છોડી ફરાર થઇ ગયો હતો. પોલીસે તપાસ શરૂ કરી છે અને બસ ડ્રાઈવર સામે બેફામ વાહન હંકારવાનો અને અનિચ્છનીય મોતનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આસપાસના CCTV ફૂટેજ પણ ચેક કર્યા જેથી ફરાર ચાલકનો પત્તો લગાવી શકાય. ઘટનાને લઈ મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી હતી.
નરેન્દ્રસિંહ બન્ના અવસાનથી શોકનો માહોલ છવાયો હતો. હાલ,પોલીસે લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, આરોપી ડ્રાઈવરને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
