<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના માટાભાગના જિલ્લામાં વરસાદ ધડબડાટી બોલાવશે:19 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

સૌરાષ્ટ્રમાં બપોરે 1 વાગ્યા સુધી જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું

અમદાવાદ : રાજયમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થયો છે. ગઈકાલે મોડી રાતથી શરૂ થયેલા વરસાદે સવારે વિરામ લીધો હતો. જોકે, આ આજે પણ વરસાદ પોતાનું જોર બતાવશે. હવામાન વિભાગ દ્વારા બપોરે 1 વાગ્યા સુધીની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના માટાભાગના જિલ્લામાં વરસાદ ધડબડાટી બોલાવશે. 19 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં બપોરે 1 વાગ્યા સુધી જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યાં તેજ પવન સાથે ભારે વરસાદ જોવા મળશે. 

આ સિવાય દાહોદ, પંચમહાલ, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગરહવેલી, દમણમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં તેજ પવન સાથે ભારે વરસાદની સંભાવના છે. 

 

આ સિવાય રાજ્યના બાકીના જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેથી ત્યાં હળવાથી મધ્યમ સ્તરે છૂટોછવાયેલો વરસાદ થવાની આશંકા છે. 

 

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ વરસાદ જોવા મળશે.

શનિવાર (16 ઓગસ્ટ): બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે.
રવિવાર (17 ઓગસ્ટ): સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.

(2:18 PM IST)