તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th August 2025
સુરતના મહિધરપુરા વિસ્તારમાં સહારા દરવાજા નજીક યુવકની ચપ્પુના ઘા મારી નિર્મમ હત્યા
હત્યા અંગત અદાવતને કારણે કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન

સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલા સહારા દરવાજા નજીક એક યુવકની ચપ્પુના ઘા મારીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. હત્યા અંગત અદાવતને કારણે કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
ઘટનાની જાણ થતાં જ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવકની ઓળખ અને હત્યાના કારણો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
મહિધરપુરા પોલીસે આ ઘટના અંગે હત્યાનો ગુનો નોંધીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત, પોલીસે સ્થાનિક લોકોની પૂછપરછ પણ શરૂ કરી છે, જેથી આરોપીઓની ઓળખ કરીને તેમને ઝડપી પાડી શકાય.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
