તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th August 2025
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું નવું મોડેલ : શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ મુકેશ કુમાર દ્વારા વિદ્યાર્થીઓનું 360-ડિગ્રી મૂલ્યાંકન કરતી પ્રગતિ કાર્ડ સિસ્ટમ શરૂ
ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓના જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને વ્યવહારનું સર્વાંગી મૂલ્યાંકન કરાશે : આ માટે શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને સહપાઠીઓના ઇનપુટનો ઉપયોગ થશે

ગાંધીનગર: કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિના અમલીકરણના ભાગરૂપે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ અને મૂલ્યાંકનની પ્રણાલીમાં ક્રાંતિકારી પરિવર્તન આવી રહ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ મુકેશ કુમાર દ્વારા એક નવી 360-ડિગ્રી વ્યાપક મૂલ્યાંકન માળખું વિકસાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ માળખું ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે લાગુ કરવામાં આવશે, જેમાં માત્ર શૈક્ષણિક પ્રદર્શન જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓની સર્વાંગી પ્રગતિનું મૂલ્યાંકન થશે.
આ પ્રગતિ કાર્ડમાં વિદ્યાર્થીઓના જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો, વર્તન, સહકાર અને વલણ જેવા પાસાઓને આવરી લેવામાં આવશે. આ ખાસ મૂલ્યાંકન માટે એક સંકલિત પ્રગતિ કાર્ડ તૈયાર કરવામાં આવશે, જેમાં ચાર મુખ્ય સ્ત્રોત – શિક્ષક, સહપાઠીઓ (ક્લાસમેટ્સ), વાલીઓ અને વિદ્યાર્થી પોતે – પાસેથી ઇનપુટ લેવામાં આવશે. આ પ્રગતિ કાર્ડ માત્ર પરીક્ષાના પરિણામો દર્શાવશે નહીં, પરંતુ વિદ્યાર્થીની એકંદર પ્રગતિનું પ્રતિબિંબ બનશે.
આ નવી પદ્ધતિને સફળતાપૂર્વક લાગુ કરવા માટે શિક્ષકોને પણ ખાસ તાલીમ આપવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ બાળકોમાં શિક્ષણ પ્રત્યે વધુ રુચિ જગાડવાનો અને તેમને માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતા સીમિત ન રાખતા, એક સારા નાગરિક અને સકારાત્મક વ્યક્તિત્વ તરીકે વિકસાવવાનો છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
