તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th August 2025
અમદાવાદમાં અનરાધાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબોળ
માત્ર બે કલાકના ગાળામાં બેથી ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તાઓ બેટમાં ફેરવાયા: મીઠાખળી, ઉસ્માનપુરા અને અખબારનગર અંડરપાસ બંધ કરાયો

અમદાવાદ :હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે. જન્માષ્ટમીના પાવન પર્વે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઘણાં વિસ્તારોમાં માત્ર બે કલાકના ગાળામાં બેથી ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં રસ્તાઓ બેટમાં ફેરવાયાની સ્થિતિ સર્જાઈ છે. મીઠાખળી, ઉસ્માનપુરા અને અખબારનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરના વસ્ત્રાપુર, નરોડા, અખબારનગર, મેમનગર, એસજી હાઈવે, સીજી રોડ, પાલડી, જમાલપુર, ખાડિયા, લાલદરવાજા, બોડકદેવ, ઇસ્કોન, બોપલ, ઘુમા અને સોલા જેવા મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હોવાથી દિવસભર વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે. નરોડા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
