<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

અમદાવાદમાં ધોધમાર વરસાદ:દુધેશ્વર અને મેમકોમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ખાબક્યો

મેમનગરમાં 4 ઇંચ, ઉસમાનપુરમાં 4 ઇંચ વરસાદ, કાલુપુરમાં 3.5 ઇંચ, થલતેજમાં 3.2 ઇંચ વરસાદ, નિકોલમાં 2.9 ઇંચ, બોડકદેવમાં 2.7 ઇંચ વરસાદ, વિસતનગરમાં 2.5 ઇંચ, નવરંગપુરામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો

અમદાવાદમાં ધોધમાર વરસાદથી ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઘણાં વિસ્તારોમાં માત્ર બે કલાકના ગાળામાં બેથી ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં રસ્તાઓ બેટમાં ફેરવાયાની સ્થિતિ સર્જાઈ છે. મીઠાખળી, ઉસ્માનપુરા અને અખબારનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. 

શહેરના વસ્ત્રાપુર, નરોડા, અખબારનગર, મેમનગર, એસજી હાઈવે, સીજી રોડ, પાલડી, જમાલપુર, ખાડિયા, લાલદરવાજા, બોડકદેવ, ઇસ્કોન, બોપલ, ઘુમા અને સોલા જેવા મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હોવાથી દિવસભર વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે. નરોડા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં વરસાદે બોલાવી ધબધબાટી બોલાવી છે. અમદાવાદના દુધેશ્વર અને  મેમકોમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે. મેમનગરમાં 4 ઇંચ, ઉસમાનપુરમાં 4 ઇંચ વરસાદ, કાલુપુરમાં 3.5 ઇંચ, થલતેજમાં 3.2 ઇંચ વરસાદ, નિકોલમાં 2.9 ઇંચ, બોડકદેવમાં 2.7 ઇંચ વરસાદ, વિસતનગરમાં 2.5 ઇંચ, નવરંગપુરામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. 

 

(3:40 PM IST)