<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં સામૂહિક આપઘાત ? પિતા અને બે પુત્રોના મૃતદેહ મળ્યા

એક જ પરિવારના પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ ઘરમાંથી મળ્યા ; પોલીસે એક સુસાઇડ નોટ પણ જપ્ત કરી

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. એક જ પરિવારના પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ ઘરમાંથી મળ્યા છે. ઘટનાસ્થળેથી પોલીસે એક સુસાઇડ નોટ પણ જપ્ત કરી છે. હાલમાં પોલીસે મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે અને કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ જ આ બનાવ ખરેખર સામૂહિક આપઘાત છે કે નહિ, તે અંગે હકીકત બહાર આવશે.

(3:40 PM IST)