<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

અમદાવાદમાં ધોધમાર વરસાદથી અખબારનગર અંડરપાસ સહીત ઘણા અંડરપાસ પાણીમાં ગરકાવ

મીઠાખળી અંડરપાસ પણ આવી જ સ્થિતિમાં છે જેના કારણે તંત્ર દ્વારા આ અંડરપાસ પણ બંધ કરવાની ફરજ પડી

અમદાવાદમાં આજે વહેલી સવારથી ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદને પગલે અખબારનગર અંડરપાસ સહિત ઘણા અંડરપાસ પાણીમાં ગરકાવ થયા છે. જેના કારણે અંડરપાસને બંધ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે શહેરના નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મીઠાખળી અંડરપાસ પણ આવી જ સ્થિતિમાં છે જેના કારણે તંત્ર દ્વારા આ અંડરપાસ પણ બંધ કરવાની ફરજ પડી છે.

   વેજલપુરના શ્રીનંદનનગર સોસાયટીમાં પણ ભારે પાણી ભરાયા છે. આ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ સામાન્ય હોવા છતાં, ડ્રેનેજ લાઈનો ઓવરફ્લો થઈ રહી છે અને ગટરના ઢાંકણામાંથી પાણી બહાર આવી રહ્યું છે. આ સ્થિતિ છેલ્લા 20 વર્ષથી ચાલી રહી છે, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉઠાવે છે. પ્રી-મોન્સુન કામગીરી માટે કરોડો રૂપિયા ખર્ચવા છતાં, શહેરમાં આવી સ્થિતિનું નિવારણ થઈ શક્યું નથી

(3:44 PM IST)