તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th August 2025
અમદાવાદના જશોદાનગરમાં ડિમોલેશનના વિરોધમાં મહિલાના આત્મવિલોપનથી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ રોષ ઠાલવ્યો
X પર ટ્વીટ કરી ઇમરાન ખેડાવાલાએ વહીવટીતંત્ર પર કર્યા આક્ષેપ

અમદાવાદ : શોદાનગર ડિમોલિશનના વિરોધ દરમિયાન મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલાને તાત્કાલિક ધોરણે LG હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આત્મવિલોપનના પ્રયાસમાં મહિલા ગંભીર રીતે દાઝી હતી. બે દિવસથી મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. પરંતુ શનિવારે (16 ઓગસ્ટ) સવારે મહિલાએ પોતાનો છેલ્લો શ્વાસ લીધો હતો. મહિલાના મોત બાદ પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. પરિવાર અને સ્થાનિકો દ્વારા હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો હતો. આ સિવાય AMC પર રોષ ઠાલવ્યો હતો
આ દરમિયાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ભારે રોષ ઠાલવ્યો છે અને વહીવટીતંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે જશોદાનગરમાં મહિલાના આત્મ વિલોપનમાં નર્મદાબેન કુમાવતનું સારવાર દરમિયાન નિપજ્યું મોત નીપજ્યું છે
ગત મોડી રાત્રે નર્મદાબેન કુમાવતે લીધા અંતિમ શ્વાસ કોંગ્રેસના ધારાસભ્યએ કોર્પોરેશન પર બળાપો ઠાલવ્યો છે અને . X પર ટ્વીટ કરી ઇમરાન ખેડાવાલાએ આક્ષેપ કર્યા છે
(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
