<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

અમદાવાદ ૧પ મી ઓગષ્‍ટ દિવસે SGVP સ્‍વામિનારાયણ ગુરૂકુલ છારોડ ખાતે આનંદ અને ઉત્‍સાહ સાથે પર્વ ઉજવાયો

અમદાવાદઃ ૧પ મી ઓગષ્‍ટ-૭૯ મું સ્‍વાતંત્ર્ય પર્વ ઉજવાયુ હતું. ગુરૂકુલના તમામ મકાનો ત્રિંગાથી શણગાર્યા હતા. આ પ્રસંગે SGVP હોસ્‍ટેલ, SGVP દર્શનમ સંસ્‍કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો, ભંડારમાં સેવા કરતાભાઇઓ, હરિભકતો, પુરાણી બાલકૃષ્‍ણદાસજી સ્‍વામી સહિત તમામ સંતો, રસોઇયા મહારાજ સહિત રસોડાનો તમામ સેવકો ધ્‍વજવંદનમાં જોડાયા હતા. આ પ્રસંગે પુરાણી બાલકૃષ્‍ણદાસજી સ્‍વામીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્‍યું હતું કે અનેક યુવાનોના બલિદાનને કારણે આપણે સ્‍વતંત્રતા મળી છે તેને સંભારીને તમામને શ્રધ્‍ધાંજલિ અર્પ કરી હતી અને સ્‍વાતંત્ર્ય પર્વનું મહત્‍વ સમજાવ્‍યું હતું.
અંતમાં રાષ્‍ટ્રગાનગાઇ ભારતમાતાના જયનાદથી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી.

(7:13 PM IST)