તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Sunday, 17th August 2025
શ્રી એચ,એમ રજવાડી હાઇસ્કુલ ખામર ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:શ્રી એચ,એમ રજવાડી હાઇસ્કુલ ખામર મુકામે ૧૫ મી ઓગષ્ટ ૨૦૨૫ ૭૯ મા સ્વતંત્રતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો
આ કાર્યક્રમમા શાળાના શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો તથા T.R.B સ્ટાફ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કરી આજરોજ બીજીવાર રાષ્ટ્રધ્વજ સંસ્થાના પ્રમુખ યોગેશ પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ સમુહમાં રાષ્ટ્રગીત બોલીને કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો હતો.હાઇસ્કુલના આચાર્ય જે.એ ગાંધી દ્રારા શાબ્દિક પ્રવચન કરી આ અવસરને વધાવીને તેઓ દ્રારા વિદ્યાર્થીઓ તથા વાલીગણને ભારતના સર્વાગી વિકાસમાં પોતાનો સહયોગ આપી “એક ભારત શ્રેષ્ઠ ભારત” બનાવીએ તેવો સંકલ્પ લેવડાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.
નર્મદા જિલ્લાના પોલીસ વડા પ્રાશાંત સૂંબે ના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા દ્વારા આખા ગુજરાતમા બીજીવાર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો. આ પ્રસંગે સસ્થા પ્રમુખ દ્વારા શાબ્દિક પ્રવચન દ્વારા વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોને ૭૯ માં સ્વતંત્રતા દિવસની સુભેચ્છાઓ પાઠવી ભારત દેશને વધુ વિકસિત બનાવવા પર્યાવરણ પ્લાસ્ટિક મુક્ત , વ્યસનમુક્ત તથા ટ્રાફીકના નિતી નિયમો પાળે તે સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરી તેઓને પણ પોતાના જીવન માટે પ્રેરણા મળે તે માટે તમામ T.R.B પરિવાર એમની સાથે રહીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે “એક પેડ મા કે નામ” સૂત્રને સાર્થક કરવા શાળાના પ્રાંગણમાં પાંચ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. અને આ શાળાના વિદ્યાર્થીઓ વૃક્ષોનું જતન કરે તે માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો
આ પ્રસંગે હાઈસ્કૂલના તમામ શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, સ્ટાફગણ અને ગ્રામજનો હાજર રહી આ અવસરને ઉજવવામાં આવ્યો હતો. તે બદલ સંસ્થા દ્વારા તમામનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
