તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Sunday, 17th August 2025
નર્મદા પોલીસ વિભાગમાં ફરજ બજાવી ચૂકેલ મુકેશ નેગીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નું નિમંત્રણ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નમૅદા જિલ્લામાં લાંબા સમય સુધી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અને હાલ વડોદરા સી.આઈ.ડી. ઇન્ટેલિજન્સ બ્યુરોમાં વડોદરા રિજીયન ખાતે આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર તરીકે કાર્યરત મુકેશ નેગી નાઓને ગત તા. 26 જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ પ્રજાસત્તાક દિને ભારત દેશના રાષ્ટ્રપતિ દ્વારા મુકેશ નેગી દ્વારા 25 વર્ષ દરમિયાન પોલીસ વિભાગમાં કરેલ પ્રસંશનીય કામગીરી બદલ પ્રસંશનીય પોલીસ મેડલ ની જાહેરાત કરેલ જે સંબધે તારીખ 15 8 2025 સ્વતંત્ર દિન પવૅ નિમિત્તે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનાઓ દ્વારા ગાંધીનગર રાજભવન ખાતે સ્વતંત્ર પર્વ અન્વયે આયોજિત એટ હોમ કાર્યક્રમમાં મુકેશ નેગીને નિમંત્રણ પાઠવવામાં આવેલ
૭૯ માં સ્વતંત્ર પર્વ દિને ગાંધીનગર,રાજભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મુકેશ નેગી એ ગર્વની લાગણી અનુભવી હતી. અને નર્મદા જિલ્લા સહિત વડોદરાનું નામ રોશન કરેલ છે.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
