<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

સુરત ક્રાઈમ બ્રાંચે વાપીના ડુંગરા વિસ્તારમાં ગોળીબાર કરીને હત્યા કેસના આરોપી અસફાક શેખને ઝડપી લીધો

અમનપાર્ક વિસ્તારમાં આરોપી એના સાળાના ત્યાં મળી આવતા આરોપી અસફાક શેખે પોલીસ સામે ચપ્પુ કાઢ્યુ હતું. સ્વબચાવમાં પોલીસે ફાયરિંગ કર્યું

સુરત જિલ્લાના લીંબાયત વિસ્તારમાં થયેલ મર્ડર કેસના મુખ્ય આરોપી અસફાક નાસીર શેખને પકડવા સુરત ક્રાઈમ બ્રાન્ચ વલસાડ આવી હતી. વાપીના ડુંગરા વિસ્તારમાં આરોપી એના સાળાના ત્યાં હોવાની બાતમી મળતા શોધખોળ હાથ ધરી હતી. ડુંગરાના અમનપાર્ક વિસ્તારમાં આરોપી એના સાળાના ત્યાં મળી આવતા આરોપી અસફાક શેખે પોલીસ સામે ચપ્પુ કાઢ્યુ હતું. સ્વબચાવમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. આરોપીને પગના ભાગ ઉપર ગોળી વાગી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં લવાયો હતો. જ્યાથી આરોપીને વધુ તપાસ માટે સુરત ક્રાઈમ બ્રાન્ચ ખાતે લઈ જવાયો છે.

(4:31 PM IST)