<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

જૂનાગઢ જિલ્લા ભાજપના મંત્રી નરેન્દ્રભાઈ કોટીલાનો આજે ૫૪મો જન્મદિન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર તાલુકા અને સમગ્ર સોરઠમાં સામાજિક-રાજકીય-સહકારી સહિત વિવિધ ક્ષેત્રે જબરૂ યોગદાન ધરાવતા જૂનાગઢ જિલ્લા ભાજપના મંત્રી નરેન્દ્રભાઈ કોટીલા આજે તા. ૧૭ ઓગષ્ટે પોતાનો ૫૪મો જન્મદિવસ એકદમ સાદાઈથી બાળકો-દર્દીઓને ફૂટ-બિસ્કીટના વિતરણ સાથે ઉજવવાનું પ્રેરણાદાયી એયોજન કર્યું છે.આર.એસ.એસ.ના સ્વયંસેવક કોટીલા કેશુભાઈના કાર્યકાળ દરમિયાન 'સી.એમ.હાઉસ- ગાંધીનગર' ખાતે તેમજ વિસાવદર- ભેસાણ ખાતે ‘કેશુભાઈ પટેલનાં કાર્યાલય મંત્રી' તરીકે યશસ્વી ફરજો બજાવી ચૂક્યા છે. લેરિયા ગામના પૂર્વ સરપંચ,માર્કેટ યાર્ડના પૂર્વ ડિરેક્ટર-સહકારી સંઘના વર્તમાન ડિરેક્ટર-સરકારી હોસ્પિટલ-રોગી કલ્યાણ સમિતિના સદસ્ય તેમજ ભાજપ સંગઠનમાં તાલુકા-જિલ્લાની વિવિધ સમિતિ- મોરચાઓમાં અગ્રીમ જવાબદારી સંભાળી રહ્યા છે. હાલ જાહેર જીવનમાં સતત સક્રિય અને પ્રજા સાથે જીવંત સંપર્ક ધરાવતા કોટીલા (મો.૯૪૨૭૭ ૪૧૭૪૮)ને વિશાળ ચાહકવર્ગ દ્રારા જન્મદિનની અવિરત શુભેચ્છા-વર્ષા કરાઈ રહી છે.


 

(10:42 AM IST)