<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

હાર્દિકસિંહ પાસેથી સાગર વ્યાસ અને ધનરાlજ ડોડિયાના નામો મેળવવામાં સુરત sog સફળ

અનિરુદ્ધસિહના ભત્રીજાના પેટ્રોલ પંપ ફાયરિંગ અને સુરતના અપહરણ અને મોટી રકમના લૂંટના મામલાના આરોપીની પૂછપરછમાં નવો વણાંક:અનુપમસિહ ગેહલોતે જાતે મામલો સાંભળ્યો છે. ડીસીપી રાજદીપસિંહ નકુમના સુપરવિઝનમાં સઘન પૂછપરછ ચલાવી રહેલ pi અશોક ચીંધરીની અકિલા સાથે વાતચીત.19 મી પછી રાજકોટ ગ્રામ્ય કબજો સાંભળશે

રાજકોટ : સુરતના રાંદેર વિસ્તારમાં અપહરણ, લૂંટ સાથે usd લૂંટ કેસના ગુજરાતભરમાં ચકચારી મામલામાં અનિરુધસિહ રીબડાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનાર કુ વિખ્યાત હાર્દીકસિંહ જાડેજાની પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શનમાં ધરપકડ કરી સઘન પૂછપરછ દરમિયાન સાગર વ્યાસ અને ધનરાજ ડોડીયાના નામો ખૂલ્યાંનુ અકિલા સાથેની વાતચીતમાં SOG પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચીધરીએ જણાવ્યું છે.
 અત્રે એ યાદ રહે કે સુરતમાં આ ઘટના બન્યા પછી આરોપીઓ તાકીદે પકડવા માટે પોલીસ કમિશ્નર અનુપમસિહ ગેહલોત દ્વારા જાતે મામલો હાથમાં લીધેલ. અને ડીસીપી રાજદીપસિંહ નકુમના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચોધરી ટીમ દ્વારા 13 આરોપીઓને પકડી લીધા હતા .હાર્દિકસિહની રીબડા ઘટનામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ધરપકડ પગલે sog દ્વારા કબજો લેવાયેલ. 19 તારીખે રિમાન્ડ પૂર્ણ થયા બાદ રાજકોટ ગ્રામ્ય પોલીસ કે જેમની નીચે રીબડા આવે છે તેમને કબજો સુપ્રત થશે.

(12:02 PM IST)