<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

ગીરના જંગલમાં હુમલો કરીને ફરાર થયેલો લોક ગાયક દેવાયત ખવડની સુરેન્દ્રનગરના દૂધઈના ફાર્મહાઉસમાંથી ધરપકડ

દેવાયત ખવડે સરેન્ડર કર્યું હોવાનું પણ કહેવાય છે જે પછી પોલીસે તેની ધરપકડ કરી: દેવાયત ખવડ સહિત 6 લોકોની ધરપકડ

અમદાવાદ : ચાર દિવસ ફરાર રહ્યાં બાદ આખરે લોક સાહિત્યકાર દેવાયત ખવડે સરેન્ડર કરી લીધું છે જે પછી પોલીસે તેની ધરપકડ કરી છે.
ગીરના જંગલમાં હુમલો કરીને ફરાર થયેલો દેવાયત ખવડ આખરે ઝડપાયો છે. પોલીસે સુરેન્દ્રનગરમાં દૂધઈના ફાર્મહાઉસમાંથી ખવડની ધરપકડ કરી છે. સૂત્રોએ તેની ધરપકડનો દાવો કર્યો છે.
ક્યાંથી ઝડપાયો
પોલીસે સુરેન્દ્રનગરમાં દૂધઈના ફાર્મહાઉસમાંથી ખવડની ધરપકડ કરી છે.
દેવાયત ખવડે સરેન્ડર કર્યું હોવાનું પણ કહેવાય છે જે પછી પોલીસે તેની ધરપકડ કરી હતી.
ડાયરા કિંગ તરીકે જાણીતો દેવાયત ખવડ ફરી મોટો વિવાદમાં આવ્યો હતો. ગત રોજ જુનાગઢ જિલ્લાના તાલાલાના ચિત્રાવડ ગામમાં દેવાયત ખવડની ફોર્ચ્યુનર કાર અને કિયા કાર સામસામે અથડાઈ હતી. કાર ટક્કરમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. આ ઘટના સમયે હવામાં ગોળીબાર થયો હોવાનું પણ કહેવાય હતું.

યુવક ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ દેવાયત સહિત 16 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી.

  ધ્રુવરાજસિંહ પર હુમલો થયા બાદ 16 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે હવે પોલીસે લોકગાયક દેવાયત ખવડ સહિત 6 લોકોની ધરપકડ કરી છે. પોલીસ બાકીના લોકોની શોધ ખોળ કરી રહી છે. 

 

(1:28 PM IST)