News of Sunday, 17th August 2025
પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ પર બે મહિલા સહિત ત્રણ લોકોએ કર્યો હુમલો
બોથડ પદાર્થ વડે પોલીસ કર્મીને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી

સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી પર હુમલો કરવાનો બનાવ બન્યો છે. બે મહિલા સહિત ત્રણ લોકોએ પોલીસ કર્મી પર હુમલો કર્યો છે. મોયદ રુપાજી ગામે પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરાયો હતો. ગડદાપાટુનો માર મારી પોલીસ કર્મીના સાથળ પર બચકું ભરવામાં આવ્યું હતું. બોથડ પદાર્થ વડે પોલીસ કર્મીને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. પ્રાંતિજ પોલીસે ફરજમાં રુકાવટ સહિત હુમલાનો ગુનો નોંધ્યો છે.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
