તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Sunday, 17th August 2025
સુરત શહેરમાં રોગચાળાનો વધુ એકનો ભોગ લેવાયોઃ અચાનક મોતથી પરિવાર શોકમાં ગરકાવ
૨૩ વર્ષીય યુવકનું ઝાડા, ઉલટી અને તાવ બાદ મોત

સુરત, તા.૧૭ :સુરત શહેરમાં રોગચાળાનો વધુ એકનો ભોગ લેવાયો છે. સચિન GIDC વિસ્તારમાં રહેતા ૨૩ વર્ષીય યુવકનું ઝાડા, ઉલટી અને તાવ બાદ મોત થતાં ચકચાર મચી ગઈ છે. યુવકના અચાનક અવસાનથી તેનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સચિન જીઆઇડીસી પાલી ગામમાં રહેતા પુરુષોત્તમ કુમારને છેલ્લા બે દિવસથી ઝાડા-ઉલટી અને તાવની ફરિયાદ હતી. શરૂઆતમાં તેમણે ઘરની નજીકના એક ખાનગી દવાખાનામાં સારવાર લીધી હતી. જોકે, તબિયત વધુ લથડતા તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કમનસીબે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક પુરુષોત્તમ સચિનના પાલી ગામમાં વેલ્ડીંગની દુકાન ચલાવીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા. તેમના અચાનક અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યો છે. આ ઘટના અંગે સચિન GIDC પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. રોગચાળાના કારણે યુવકના મોતથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
