News of Tuesday, 19th August 2025
લોકસાહિત્યકાર દેવાયત ખવડના જામીન મંજૂર

રાજકોટઃ ગુજરાત ના અતિ ચકચારી કેસ એવા ગીર સોમનાથમા બનેલ મોરે મોરો એટલે કે લોક સાહિત્યકાર દેવાયત ખવડના જામીન મંજુર કરવામાં આવ્યા છે.
પોલીસે ૭ દિવસ ના રિમાન્ડ માંગવા વેરાવળ કોર્ટ માં દેવાયત ખવડ અને તેના સાગરિતો સાથે કોર્ટ માં રજૂ કરતા દેવાયત ખવડના વકીલ રાજકોટના યુવા ધારાશાષાી હિતેષ વિરડા દ્વારા દેવાયત ખવડ અને તેના સાથીદારો ની ધરપકડ ગેરકાયદેસર છે, તેમજ ભારતના બંધારણ અને ભારત ની સર્વોચ્ચ અદાલત એવી સુપ્રીમ કોર્ટના આદેશો અને જજમેન્ટ નો ખુલ્લે આમ ભંગ છે તેની પર સરકાર પક્ષે અને બચાવ પક્ષે કલાકો સુધી ધારદાર દલીલો થયેલ જેના અંતે ૪ કલાકે વેરાવળ ની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે દેવાયત ખવડની ધરપકડ એ પોલીસે દ્વારા ગેર કાયદેસર અને ગેર - ન્યાયી રીતે કરવામાં આવી છે, જેમાં ભારતની સર્વોચ્ચ અદાલતના આદેશો ને અવગણવામાં આવ્યા હોઈ તેથી તેને જામીન મુક્ત કરવા અતી મોડી રાત્રે હુકમ ફરમાવેલ છે.
દેવાયત ખવડ અને તેના સાથીદારો વતી બચાવ પક્ષ ના એડવોકેટ તરીકે રાજકોટ ના યુવા વકીલ હિતેષ વિરડા, ભાવેશ બાંભવા, રાજદીપ દાસાણી, જયભારત ધામેચા વિગેરે રોકાયા હતા.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
