<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

મકાન-દુકાન ખરીદવા લોન મંજૂર કરતી બેન્‍કો સંદર્ભે રેરાએ નવો સુધારો કર્યો

બેન્‍કો અંગેનો આ નવો સુધારો ૧૪મી ઑગસ્‍ટથી લાગુ એકની એક મિલકત ઉપર ડબલ લોનના થાય તે ચેક કરવું પડશે, રેરા બેન્‍ક એકાઉન્‍ટ ટાંચ મુક્‍ત રહેશે

અમદાવાદ તા.૧૯: ગુજરાત રિયલ એસ્‍ટેટ રેગ્‍યુબેટરી ઓથોરિટી-રેરાએ તેના બેન્‍ક એકાઉન્‍ટ નિયમો સંદર્ભે સુધારો બહાર પાડયો છે. એલોટી બેન્‍ક લોન લે છે તે બેન્‍કો સંદર્ભે આ સુધારો કરાયો છે, જે એલોટી વાને મકાન-દુકાન-પ્રોપર્ટી શેનારાના હિતમાં બેન્‍કોને ૧૪મી ઑગસ્‍ટ, ૨૦૨૫ની અસરથી લાગુ ચાય છે.

રેરાએ આ નવા હુકમમાં બેન્‍કોને આદેશ કર્યો છે કે, મોર્ગેજ સોડો કરતાં પહેલાં બેન્‍કોએ એ જોવાનું રહેશે કે જે એમ માટે તેઓ લોન મંજૂર કરે છે તે એકમ માટે અગાઉ વેચાણ દસ્‍તાવેજ થઈ ગયો તો નથીને, મોર્ગેજ સોઠો કરતાં પહેલાં બેન્‍કોએ સદર મિલક્‍ત ઉપર અગાઉ તો મોર્ગેજ ઓદો રજિસ્‍ટર્ડ થયો છે કે કેમ તે ચેક કરવાનું રહેશે, જે તે મિવક્‍ત-એકમ માટે અગાઉ કોઈ બેન્‍કમાંથી લોન લેવાઈ તો નથીને એ પણ બૅન્‍કોએ ચેક કરવાનું રહેશે તેમજ બેન્‍કોએ એ પણ ચેક કરવાનું રહેશે કે જે તે મિવક્‍ત કોઈપણ પ્રકારના લિયન, વોન કે થર્ડ પાર્ટી અંકુશમાંથી મુક્‍ત છે તદુપરાંત આ બૅન્‍ક અકાઉન્‍ટ કોઈપણ સરકારી ઓથોરિટી ભરા રેરાની મંજૂરી વગર ટાંચમાં લઈ શકાશે નહીં.

રેશના સૂત્રો એવું કહે છે કે, અગાઉ ડિસેમ્‍બર, ૨૦૨૪માં રેશ બેન્‍ક એકાઉન્‍ટ સંદર્ભે નિવમો બહાર પાડયા હતા અને એ પછી વિવિધ સુનાવણીઓ વખતે એવું જોવાયું છે કે, એકની એક મિલકત-યુનિટ ઉપર એકથી વધુ બેન્‍કોની લોન લેવાઈ હોવ, પરિણામે એલોટીના હિતમાં બૅન્‍કો વધુ લોન મંજૂર કરતી વખતે વધુ ચોકસાઈ રાખે તે માટે પ્રસ્‍તુત નશે સુધારો બેન્‍કો સંદર્ભે દાખલ કરાયો છે. રેરાએ એવી પણ સૂચના આપી છે કે, બેન્‍કો જે તે મિલકત માટે લોન મંજૂર કરતી વખતે ગુજરેરાનું પોર્ટલ ચેક કરે.

(4:07 PM IST)