News of Tuesday, 19th August 2025
બાકરોલ તળાવ પાસે આણંદ પાલિકાના પૂર્વ કાઉન્સિલર ઇકબાલ મલકની જાહેરમાં હત્યા
મોર્નિંગ વોક કરવા નીકળેલા કોંગી કાઉન્સિલરને છરીના ઉપરા છાપરી ઘા મારીને હત્યા કરીને હત્યારાઓ ફરાર

આણંદના બાકરોલ તળાવ પાસે આણંદ નગર પાલિકાના પૂર્વ કાઉન્સિલર ઈકબાલ મલેક ઉર્ફે બાલાની હત્યા કરવામાં આવી છે. મોર્નિંગ વોક કરવા નીકળેલા કોંગી કાઉન્સિલરની કરપીણ હત્યા કરીને હત્યારાઓ ફરાર થઈ ગયા છે
કોંગી નેતા પર છરી ના ઉપરા છાપરી ઘા મારીને બરબરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. કોંગ્રેસના નેતાઓ પણ દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે હત્યાની ઘટનાની જાણ થતાં જ Dysp સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો હતો.
કોંગ્રેસ નેતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. તો બીજી તરફ હત્યા કરનારાઓને જલ્દી થી જલ્દી પકડવાની માંગ કરવામાં આવી છે. આણંદ કોંગ્રેસમાં પણ શોકનો માહોલ છવાયો હતો
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
