<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

સત્તા અને સંગઠનની સર્વોપરિતા વચ્‍ચે લટકેલ IPS ઓર્ડરમાં અંતે અમીતભાઈએ એન્‍ટ્રી કરેલ

૧૦૦થી વધુ ipsની બદલીઓ સાયબર ક્રાઇમના વધતા બનાવો, ACBની જવાબદારીઓ સહિત રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રની વિશિષ્ટ સ્‍થિતિ અને સોમનાથ કોરિડોર વિગેરે બાબત કેન્‍દ્રમાં રાખી નિમણૂક અપાઈ છે. પોસ્‍ટિંગનુ પોસ્‍ટમોર્ટમ :રાજકોટ રેઢું ન રહે તે માટેની સલાહથી ડીસીપી ક્રાઇમ તરીકે જગદીશ બાંગરવા મુકાયા, રાજકોટ ગ્રામ્‍યમાં વિજય ગુર્જર, ભાવનગરમાં નિતેશ પાંડે, ગિર સોમનાથમાં જયદીપસિંહ જાડેજા હોય કે પછી સુરેન્‍દ્રનગરમાં પ્રેમસુખ ડેલુ આ posting જેતે જિલ્લાની ખાસ પરિસ્‍થિતિ ધ્‍યાને રાખી કરવામાં આવ્‍યા છે

રાજકોટ તા.૧૯: Ips અધિકારીઓ દ્વારા જેની આશા છોડી દેવાયેલ તેવા બદલી ઓર્ડર એસપી લેવલે મોટા પાયે થતા ફરી એક વખત તંત્રની અનિર્ણિયતા બહાર આવી છે. દેશના ઇતિહાસમાં પ્રથમ વખત એસપી લેવલથી ડીઆઈજી તરીકે બઢતી મળવાના લાંબા સમય સુધી તેમને તેમની મૂળ એસપીની જગ્‍યાએ ચાલુ રાખવામાં આવ્‍યા પછી એસપી લેવલે બદલીઓ સહિતના પોસ્‍ટિંગ માટે લાંબા સમય સુધી સત્તા અને સંગઠન માટે સર્વોપરિતાના વિવાદ વચ્‍ચે આખરે ૧૦૦ થી વધુ ips ની બદલીઓ તો કરવામાં આવી પણ એસપીથી ડીઆઈજી તરીકે પસંદ થયેલા અને પોતાની મૂળ જગ્‍યાએ ફરજ બજાવતા સિનિયર આઈપીએસ અર્થાત્‌ ડીઆઈજીના પોસ્‍ટિંગ અંગે કોઈ નિર્ણય ન લેવાતા વાંક ગુન્‍હા વગર આ IPS અધિકારીઓ પોસ્‍ટિંગ વગરના રહી ગયેલ છે.

નવાઇની વાત એ છે કે સુરત ગ્રામ્‍યમાં પ્રશંસનીય કામગીરી બજાવનાર હિતેષ જોયસર, તરુણ દુગ્‍ગલ અને ચૈતન્‍ય માંડલિક વિગેરેનો સમાવેશ છે.

રાજકોટ શહેરની વાત કરીએ તો જેમનું નામ સાઉથ ગુજરાત માટે સર્વર્ત ચર્ચાતું હતું તેવા રાજકોટના ડીસીપી સજ્જનસિંહ પરમાર જેવા ips said line કરાયા છે. જોકે તેમને ડીઆઈજી તરીકે બઢતી મળશે તે સમયે સારું પોસ્‍ટિંગ મલે તેવી શકયતા છે, આમ રાજકોટના તમામ ડીસીપી બદલાયા છે.

કાયદો વ્‍યવસ્‍થા પ્રશ્ને પાર્થરાજસિંહ ગોહિલ માફક સતત જાગળત એવા ડીસીપી જગદીશ બાંગરવાને ડીસીપી ક્રાઇમ તરીકે મૂકી રાજકોટ અનુભવી અધિકારીઓ વગરનું ન રહે તેનું ધ્‍યાન રાખવામાં આવ્‍યું છે. ગાંધીનગર દ્વારા આ પ્રશ્ને ફિડબેક પણ કોર  ગ્રુપના ips તથા જાણકાર લોકો પાસેથી મેળવાયા હતા.

રાજકોટ ગ્રામ્‍યમાં સુરતમાં પોલીસ કમિશ્નરના માર્ગદર્શન નીચે પ્રસંશનીય કામગીરી બજાવનાર વિજય ગૂર્જરને મુકાયા છે, ભાવનગર માટે મેન ઓફ ઇમરજન્‍સી એવા દ્વારકા અને જામનગર માટે ખાસ મુકાયેલા નિતેશ પાંડેની ભાવનગરની વિશિષ્ટ પરિસ્‍થિત ધ્‍યાને રાખી posting અપાયું છે. સુરેન્‍દ્રનગરમાં પણ એક સારા ઓફિસરની ચોક્કસ બાબત ધ્‍યાને રાખી આવશ્‍યકતા હોય જામનગર એસપી પ્રેમસુખ ડેલું પસંદ કરાયા છે.

ગીર સોમનાથ જિલ્લામા કાયદો વ્‍યવસ્‍થા સોમનાથનું ધાર્મિક મહત્‍વ, પર્યટન મહત્‍વ અને કોરિડોર કામગીરીમાં સહુને સાથે રાખી શકે અને અસમાજિક પ્રવળતિઓ કંટ્રોલમાં રાખી શકે તેવા જયદીપસિંહ જાડેજા જેવા શષ્ટત ખાસ મુકાયા છે. ખ્‍ઘ્‍ગ્‍ માં અત્‍યાર સુધી એકમના મદદનીશ નિયામક પદે ઝળ્‍લ્‍ભ્‍ લેવલના અધિકારીઓ હતા, ર્ીણૂણુ ની વધતી જતી જવાબદારીઓ અંતર્ગત ઊભી થયેલ એસપી લેવલની જગ્‍યાઓ ભરી દેવામાં આવી છે. સાયબર ક્રાઈમના વધતા જતા ફ્રોડ સામે હવે ગાંધીનગરમાં વ્‍યવસ્‍થીત યુનિટ ઉભું કરી ડો.રાજદીપસિંહ ઝાલા સહિતનો શષ્ટત ને પોસ્‍ટીંગ અપાયું છે. તાજેતરની અમીતભાઈની મુલાકાત સમયે લટકી પડેલ બદલીઓ અંગે નિર્ણય કરાયો છે.(૨.૭)

(11:45 AM IST)