તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th August 2025
ગાંધીનગરમાં આંદોલન કરનાર માજી સૈનિકોની અટકાયત: સત્યાગ્રહ છાવણી પહોંચે તે પહેલા જ ડિટેઈન કરી લેવાયા
માજી સૈનિકોએ મહારેલીનું અલ્ટીમેટમ આપ્યું હતું: છેલ્લા 22 દિવસથી માજી સૈનિકોનું આંદોલન યથાવત

ગાંધીનગર:ગાંધીનગરમાં આંદોલન કરનાર માજી સૈનિકોની પોલીસે અટકાયત કરી છે . માજી સૈનિકોએ મહારેલીનું અલ્ટીમેટમ આપ્યું હતું. માજી સૈનિકો સત્યાગ્રહ છાવણી પહોંચે તે પહેલા જ ડિટેઈન કરાયા હતા . સત્યાગ્રહ છાવણીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે . છેલ્લા 22 દિવસથી માજી સૈનિકોનું આંદોલન યથાવત છે. સરકારી નોકરીઓમાં અનામતના અમલીકરણની માગ છે.
તાજેતરમાં અમદાવાદમાં શાહીબાગ ખાતે શહીદ સ્મારક નજીક માજી સૈનિક દ્વારા સૈનિક સન્માન યાત્રા યોજવામાં આવી હતી. જેમાં માજી સૈનિકો યાત્રાને લઈને એકઠા થયા હતા. તેમાં પોલીસે માજી સૈનિકની અટકાયતને લઈને બંદોબસ્ત ગોઠવ્યો હતો. જેમાં માજી સૈનિકો દ્વારા સૈનિક સન્માન યાત્રામાં ગાંધીનગરમાં પોલીસ અને માજી સૈનિકો વચ્ચે ઘર્ષણ થયુ છે
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
