<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

દિવાળી માટે બુકિંગ ખૂલતાની સાથે જ યુપી, બિહાર, રાજસ્‍થાનની ટ્રેનો ૧૦ મિનિટમાં ફૂલ

૨૦મી ઓક્‍ટોબરે દિવાળી, ૧૭મી ઓક્‍ટોબરનું બુકિંગ ખુલતાં જ ટ્રેનો રિગ્રેટ દિલ્‍હી અને પંજાબ તરફ જનારી ટ્રેનોમાં ફૂલ, ફરવા જનારાઓનું ગ્રૂપ બુકિંગ થતાં ટ્રેનો પેક્‍ડ

અમદાવાદ તા.૧૯: ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્‍થાન, દિલ્‍હી, પંજાબ તરફની ટ્રેનોમાં દિવાળી માટેનું બુકિંગ ખૂલતા જ મોટાભાગની ટ્રેનો પેકડ થઈ ગઈ છે.

૨૦મી ઓક્‍ટોબરના રોજ દિવાળી ત્‍યારે ૧૮મીને ઓગસ્‍ટને સોમવારે ૭મી ઓક્‍ટોબરનું બુકિંગ ખૂલ્‍યું હતું. ૨૦ દિવસ પહેલા ટિકિટનું બુકિંગ કરી શકાતું હોવાથી દિવાળીના બેથી ત્રણ દિવસ પહેલા ટ્રેન પકડીને વતન પહોંચી જવા પર-ાંતીયોએ ટિકિટ બુકિંગ માટે પડાપડી હતી. આમ છતાં મોટાભાગના મુસાફરોને નિરાશા સાંપડી હતી. ૧૭મી ઓક્‍ટોબરના રોજ ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્‍થાન તરફ જતી મોટાભાગની ટ્રેનો ૧૦ મિનિટમાં ફૂલ થઈ ગઈ હતી. ૧૦ મિનિટમાં જ ટ્રેનમાં વેઈટિંગ જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં ૩૦ મિનિટ બાદ તો કેટલીક ટ્રેનોમાં રિમેટ જોવા મળી રહ્યું હતું. એટલે કે વેઈટિંગ ટિકિટ પણ મળતી બંપ થઈ ગઈ હતી. દિલ્‍હી, પંજાબ અને ગોવા તરફની ટ્રેનોમાં પણ ટિકિટ બુકિંગ ફૂલ ઉત્તર-દેશ, બિહાર, ઝારખંડ, રાજસ્‍થાન, દિલ્‍હી, પંજાબ તરફની ટ્રેનોમાં દિવાળી માટેનું બુકિંગ ખૂલતા જ મોટાભાગની ટ્રેનો પેકડ થઈ ગઈ છે.

૨૦મી ઓક્‍ટોબરના રોજ દિવાળી ત્‍યારે ૧૮મીને ઓગસ્‍ટને સોમવારે ૭મી ઓક્‍ટોબરનું બુકિંગ ખૂલ્‍યું હતું. ૨૦ દિવસ પહેલા ટિકિટનું બુકિંગ કરી શકાતું હોવાથી દિવાળીના બેથી ત્રણ દિવસ પહેલા ટ્રેન પકડીને વતન પહોંચી જવા પર-ાંતીયોએ ટિકિટ બુકિંગ માટે પડાપડી હતી. આમ છતાં મોટાભાગના મુસાફરોને નિરાશા સાંપડી હતી. ૧૭મી ઓક્‍ટોબરના રોજ ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્‍થાન તરફ જતી મોટાભાગની ટ્રેનો ૧૦ મિનિટમાં ફૂલ થઈ ગઈ હતી. ૧૦ મિનિટમાં જ ટ્રેનમાં વેઈટિંગ જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં ૩૦ મિનિટ બાદ તો કેટલીક ટ્રેનોમાં રિમેટ જોવા મળી રહ્યું હતું. એટલે કે વેઈટિંગ ટિકિટ પણ મળતી બંપ થઈ ગઈ હતી. દિલ્‍હી, પંજાબ અને ગોવા તરફની ટ્રેનોમાં પણ ટિકિટ બુકિંગ ફૂલ જોવા મળી રહ્યું છે. દિવાળીની રજામાં ફરવા જનારા લોકોની સાથે ટૂર એન્‍ડ ટ્રાવેલ્‍સના સંચાલકો ગ્રૂપ બુકિંગ કરાવી રહ્યા હોવાથી ટ્રેનો ફટાફટ બુક થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે. આ સપ્તાહ

ટ્રેન બુકિંગ માટે મહત્ત્વનું છે. કેમકે, દિવાળી અને નવા વર્ષ સુધીની ટ્રેનનું બુકિંગ આ સપ્તાહના અંત સુધીમાં થઈ જશે. દરમિયાન આ સપ્તાહ દરમિયાન ટિકિટ બુકિંગ માટે પડાપડી થશે.

ટિકિટ ચેકિંગ સ્‍ટાફે આધારકાર્ડ આધારિત બાયોમેટ્રિકથી હાજરી પુરાવવી પડશે

રેલવેમાં ફરજ બજાવતા ટિકિટ ચેકિંગ સ્‍ટાફે હવેથી ડયુટી પર જવા પહેલા અને ડયુટી પૂરી કર્યા બાદ આધારકાર્ડ આધારિત બાયોમેટ્રિકથી હાજરી પુરાવવી પડશે. ફિંગર-ન્‍ટિ ડિવાઈઝથી ટિકિટ ચેકરની હાજરીની પુષ્ટી થશે તે કયા સ્‍ટેશનથી ટ્રેનમાં ચઢતી અને કયા સ્‍ટેશન પર ઉતરશે તેની પણ ખાતરી થશે. આધાર આધારિત બાયોમેટિક સિસ્‍ટમ અત્‍યાર સુધીમાં ૯૫૦ રેલવે સ્‍ટેશન પર લાગુ કરી દેવામાં આવી છે. હવે બાકીના રેલવે સ્‍ટેશનો પર આ સિસ્‍ટમ લાગુ થશે.

(2:35 PM IST)