તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th August 2025
ગુજરાત રાજય હોકી એસોસીએશનના વાઇસ પ્રેસીડેન્ટ પદે મહેશભાઇ દિવેચા

રાજકોટ તા. ૧૯ : વડોદરા ખાતે રાજયના તમામ જિલ્લાના હોકીના પ્રતિનિધિઓની હાજરીમાં ગુજરાત હોકી એસોસીએશનની જનરલ બોર્ડ મીટીગ યોજવામાં આવી હતી. જેમાં નવી બોડીની રચના કરવામાં આવતા રાજકોટના મહેશભાઇ દિવેચા સમગ્ર ગુજરાત હોકી એસોસીએશનના વાઇસ પ્રેસીડેન્ટ તરીકે બિનહરીફ વરણી પામ્યા હતા. ઉલ્લેખનીય છે કે મહેશભાઇ દીવેચા છેલ્લા ૩૫ વર્ષથી રાજકોટમાં હોકી કોચ તરીકે સેવા આપી રહ્યા છે. ૨૦૨૨માં ઓલ ઇન્ડિયા લેવલે હોકી ટુર્નામેન્ટમાં પણ તેમનો સિંહફાળો રહ્યો હતો. આ નિમણુંક બદલ મહેશભાઇ ઉપર ચોમેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
