<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

સુરતમાં કરોડોના હીરા ચોરીના કેસમાં નવો વળાંક :ફરિયાદી જ આરોપી હોવાની આશંકા : પોલીસ દ્વારા ઉલટ તપાસ શરૂ

તાળું તોડવાના કોઈ નિશાન ન હોવાથી અને ચોરી થયેલા હીરાના જથ્થાને જોતા પોલીસે ફરિયાદી પર શંકા વ્યક્ત કરી

સુરતના કાપોદ્રા વિસ્તારમાં કરોડો રૂપિયાના હીરાની ચોરીનો કેસ એક નવો વળાંક લઈ રહ્યો છે. આ મામલામાં, ચોરીની ફરિયાદ કરનાર વ્યક્તિ જ હવે શંકાના ઘેરામાં આવી ગયો છે અને પોલીસ તેની ઉલટ તપાસ કરી રહી છે. આ ઘટનાએ ચકચાર જગાવી છે કારણ કે, ચોરી પાછળ વીમાની રકમ મેળવવાનું કાવતરું હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. 

 પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ચોરીના સ્થળે તપાસ દરમિયાન બિલ્ડિંગના તાળા પરથી ગુનાનો ભેદ ઉકેલાયો છે. તાળું તોડવાના કોઈ નિશાન ન હોવાથી અને ચોરી થયેલા હીરાના જથ્થાને જોતા પોલીસે ફરિયાદી પર શંકા વ્યક્ત કરી છે. પોલીસને આશંકા છે કે ફરિયાદીએ પોતે જ ચોરીનું નાટક રચ્યું છે જેથી તે વીમા કંપની પાસેથી મોટી રકમ મેળવી શકે.

 


 

(7:07 PM IST)