<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

મુંબઈ-અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને નવસારી ખાતે સ્ટોપેજ ફાળવાયું

બંને તરફનું સ્ટોપેજ મળતા મુંબઈ અને અમદાવાદ તરફ જતા લોકોને થશે ફાયદો.

મુંબઈ-અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને નવસારી ખાતે સ્ટોપેજ ફાળવવામાં આવ્યું છે.લોકોની લાંબા સમયની માંગણી સંતોષાઈ છે, નવસારી સ્ટોપેજ મળતા નવસારી જિલ્લાના લોકોને મોટો ફાયદો થશે  નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા રેલવે મંત્રાલયમાં રજૂઆતના પગલે સ્ટોપેજ મંજૂર કરવામાં આવ્યું છે. આગામી 23 ઓગસ્ટ 2025 ના દિવસથી મુંબઈ-અમદાવાદ-મુંબઈ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ નવસારી ખાતે ઉભી રહેશે. બંને તરફનું સ્ટોપેજ મળતા મુંબઈ અને અમદાવાદ તરફ જતા લોકોને થશે ફાયદો.

(7:20 PM IST)