તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th August 2025
તાંત્રિક બની લોકો સાથે છેતરપિંડી કરનાર ઈડરના રાવોલ ગામના સરપંચને હોદ્દા પરથી હટાવી દીધા
જાદર તેમજ ખેડબ્રહ્મા પોલીસે તાંત્રિક વિધિના બહાને છેતરપિંડીની ફરિયાદ નોંધી સરપંચ અલ્પેશ ઠાકોરની ધરપકડ કરી

ઇડર ;તાંત્રિક બની લોકો સાથે છેતરપિંડી કરનાર ઈડરના રાવોલ ગામના સરપંચને ડીડીઓએ હોદ્દા પરથી દૂર કર્યા છે. જાદર તેમજ ખેડબ્રહ્મા પોલીસે તાંત્રિક વિધિના બહાને છેતરપિંડીની ફરિયાદ નોંધી સરપંચ અલ્પેશ ઠાકોરની ધરપકડ કરી છે
પ્રાપ્ત માહિતી મુજબ ઈડર તાલુકાના રાવોલ ગામના સરપંચ ભુવા બની તાંત્રિક વિધિ કરતા હતા અને લોકો સાથે છેતરપિંડી પર કરતા હતા, જેની જાણ જિલ્લા વિકાસ અધિકારીને થતા તેઓએ તાત્કાલિક અસરે સરપંચ અલ્પેશ ઠાકોરને હોદ્દા પરથી દૂર કર્યા છે. આ કાર્યવાહી પછી જાદર તેમજ ખેડબ્રહ્મા પોલીસે તાંત્રિક વિધિના બહાને છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી અને પોલીસે આ ઠગ સરપંચની ધરપકડ કરી છે. અલ્પેશ ઠાકોરે તાંત્રિક વિધિ કરી પૈસાનો વરસાદ કરવાની જાળમાં અનેક લોકોને ફસાવ્યા હતા. સરપંચ તરીકે વિજયી થયાના પોણા બે મહિનામાં તેમનું કારસ્તાન સામે આવતા તેઓને પદ પરથી દૂર કરાયા છે.
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
