<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

અમદાવાદના ઝૂંડાલ અંડર પાસમાં સાત ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો : ટ્રાફિકજામની સ્થિતિ

એસ પી રિંગ રોડ પર તપોવનથી વૈષ્ણોદેવી જતા ટ્રાફિકજામ થયો

અમદાવાદના ઝૂંડાલ અંડર પાસમાં સાત ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતને પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. એસ પી રિંગ રોડ પર તપોવનથી વૈષ્ણોદેવી જતા ટ્રાફિકજામ થયો છે. અંડર બ્રિજ પર એક ગાડી અકસ્માત થતા, પાછળ આવતી  અન્ય 7 ગાડીઓ પણ એક બીજાની સાથે અથડાઈ હતી. બનાવની જાણ થતા ટ્રાફિક પોલીસ ધટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે


 

(9:32 PM IST)