News of Wednesday, 20th August 2025
નર્મદા જિલ્લામાં કેળાંનો ભાવ અચાનક ગગડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
ખાતર, મજૂરી સહિતના ખર્ચ સામે ભાવ અચાનક ૮૦ રૂપિયા જેવો ઘટતા ખર્ચ પણ ના નિકળે તેવી નોબત: ગઈકાલ સુધી ૧૩૦ રૂપિયે મણ વેચાતા કેળા ના ભાવ ગગડી ૮૦ રૂપિયા પર ઉતરતા ખેડૂતો માટે મુશ્કેલી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લામાં શેરડી અને કેળ મુખ્ય પાક ઉપર ખેડૂતો જીવી રહ્યા છે જેમાં કેળાના ભાવ અચાનક ઘટતા ખેડૂતો માટે રડવાનો વારો આવ્યો છે
જાણવા મળ્યા મુજબ નર્મદા જિલ્લામાં કેળા નો પાક કરતા ખેડૂતોને અત્યાર સુધી સારો ભાવ મળ્યો જેમાં જાણવા મળ્યા મુજબ ગઈકાલ સુધી કેળાનો મણનો ભાવ ૧૩૦ રૂપિયા હતો અને ખાસ કરીને જિલ્લાના મોટાભાગના કેળા રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ ટ્રકો મારફતે જાય છે પરંતુ હાલમાં કેળાનો જથ્થો વધતા અને ફુગાવો વધતા કેળા ખરીદવા આવતા વેપારીઓ એ ભાવ ઘટાડી દેતા રાત દિવસ મહેનત કરતા ખેડૂતોને મજૂરોની મજૂરી કે બિયારણનો ખર્ચ પણ નીકળે તેમ નથી માટે હાલ ખેડૂતોનો. કેટલોક કેળાનો જથ્થો પડી રહ્યો છે જેને કોઈ વેપારી ખરીદ કરે તો પણ ઓછા ભાવના કારણે ખેડૂતનો ખર્ચ પણ નીકળી શકે તેમ નથી તેમ ખેડૂતો દ્વારા જાણવા મળ્યું છે.
એક તરફ ભારે વરસાદમાં કેટલાક ખેડૂતોનો પાક બગડી જાય છે, સરકાર દ્વારા પૂરતું વળતર મળતું નથી અને કેટલાક ખેડૂતોને તો ભૂતકાળમાં પણ બિલકુલ વળતર મળ્યું નથી તેવામાં હાલ ભાવનો માર વાગતા ખેડૂતોને બંને તરફથી ફટકો પડ્યો છે.
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
