તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
GCERT દ્વારા રાજ્યના ધોરણ ૩ થી ૮ ના તમામ શિક્ષકોને ‘શિક્ષક આવૃત્તિના ઉપયોગ' અંગે આગામી ૨૯ સપ્ટેમ્બર સુધી અપાશે તાલીમ
‘શિક્ષક આવૃત્તિ'થી શિક્ષણને મળશે નવી દિશાઃ તાલીમ થકી NEP-૨૦૨૦ અને NCF-૨૦૨૩નું વર્ગખંડમાં થશે અમલીકરણ

બાળકોમાં ૨૧મી સદીનાં કૌશલ્યો અને ક્ષમતા વિકસાવવા માટે શિક્ષકો અસરકારક અધ્યયન-અધ્યાપનનું કાર્ય કરે તે હેતુથી તાલીમમાં ઇનોવેટિવ શૈક્ષણિક પદ્ધતિ, પ્રાયોગિક અભિગમ અને ડિજિટલ સાક્ષરતા પર વિશેષ ભારઃ વિષયવાર તૈયાર કરાયેલી ધોરણ ૩ થી ૮ની શિક્ષક આવૃત્તિઓ જીસીઇઆરટીની વેબસાઇટ અને દીક્ષા પોર્ટલ પર ઉપલબ્ધ
અમદાવાદ, તા.૧૯: નેશનલ એજ્યુકેશન પોલીસી ૨૦૨૦ તેમજ નેશનલ કરિકુલમ ફ્રેમવર્ક ૨૦૨૩ને કેન્દ્રમાં રાખીને વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો, વર્ગખંડમાં ભણાવવાની પદ્ધતિ તેમજ તેના મૂલ્યાંકનમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ ફેરફારની અસર વર્ગખંડ સુધી પહોંચે તે માટે જીસીઇઆરટી દ્વારા ધોરણ ૩ થી ૮ની વિષયવાર શિક્ષક આવળત્તિઓ તૈયાર કરવામાં આવી છે. રાજ્યના ધોરણ ૩ થી ૮ના તમામ શિક્ષકોને ‘શિક્ષક આવળત્તિના ઉપયોગ' અંગે GCERT દ્વારા તાલીમ અપાઈ રહી છે. શિક્ષક આવળત્તિઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે શિક્ષકોને માર્ગદર્શન અને નિદર્શન આપવા માટે શિક્ષક આવળત્તિ આધારિત તાલીમનું તા. ૧૮ ઓગષ્ટથી ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી આયોજન કરવામાં આવ્યું છે.
આ તાલીમના ઉદ્દઘાટન સત્રમાં શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઇ ડીંડોર તથા શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારે સૌ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તાલીમના માર્ગદર્શન સેશનમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી ફુલ પાનસેરીયાએ વીડીયો સંદેશ મારફતે સૌ શિક્ષકોને એક ભારત શ્રેષ્ઠ ભારત માટે બાળકોને તૈયાર કરવા આહવાન કર્યું હતું. આ ઉપરાંત મંત્રીશ્રીએ શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાયેલા ગુણવત્તા અભિયાનમાં જોડાઈ તેનો વર્ગખંડમાં યોગ્ય ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
પ્રવર્તમાન પાઠ્યપુસ્તકોના શિક્ષણકાર્ય દરમિયાન વિદ્યાર્થીઓમાં NEP ૨૦૨૦ અને NCF SE ૨૦૨૩ દ્વારા ૨૧મી સદીનાં કૌશલ્યો અને ક્ષમતા વિકસાવવા માટે શિક્ષકો અસરકારક અધ્યયન-અધ્યાપનું કાર્ય કરી શકે એ માટે આ આવળત્તિઓ તૈયાર કરાઈ છે. NEP-૨૦૨૦ તેમજ NCF-૨૦૨૩ના અમલીકરણમાં તેમજ બાળકોમાં સમસ્યા ઉકેલ, ટીમવર્ક, સંવાદ કૌશલ્ય અને ડિજિટલ સાક્ષરતા જેવા કૌશલ્યો વિકસાવવામાં આ તાલીમ ખુબ જ મદદરૂપ બનશે.
તાલીમના ઉદ્દઘાટન સત્રમાં પ્રાથમિક શિક્ષણ નિયામક ડો. એમ.આઇ. જોષી, જી.સી.ઇ.આર.ટી.ના નિયામક પી. કે. ત્રિવેદી, અધિક નિયામક ડો. એ.કે. પટેલ અને રીડર ડો. દેવદત્ત પંડયા ઉપસ્થિત રહી શિક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું. મહાનુભાવોએ શિક્ષકે હમેંશા શીખતા રહી સાંપ્રત પ્રવાહોથી માહિતગાર રહેવું જરૂરી છે, તેમ જણાવી વર્ગખંડની પ્રક્રિયામાં બદલાવ લાવવા કટિબદ્ધ બનવા સૂચન કર્યું હતુ. તેમણે શિક્ષકોને જીસીઇઆરટી દ્વારા તૈયાર કરેલી શિક્ષક આવળત્તિનો મહત્તમ ઉપયોગ કરી વર્ગખંડ પ્રક્રિયાને વધુ ગુણવત્તાલક્ષી બનાવવા પણ અનુરોધ કર્યો હતો.(
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
