તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
ગાંધીનગરમાં કેબીનેટ બેઠકઃ વડાપ્રધાનનો પ્રવાસ, ધારાસભા સત્ર વગેરે મુદ્દાની ચર્ચા

ગાંધીનગર, તા.૨૦: આજે સી.એમ. ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રિમંડળની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાઈ છે. આ બેઠક રાજ્યના અનેક અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી છે. બેઠકમાં સૌથી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસ અને તેમના કાર્યક્રમોને લઈને ચર્ચા થવાની છે. પીએમ મોદીના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તે માટેની તૈયારીઓ, સ્થળ વ્યવસ્થા તથા કાર્યક્રમોની સફળતા માટેની માર્ગદર્શિકા પર કેબિનેટમાં વિશેષ ચર્ચા પાત્ર છે.
ઉપરાંત વિધાનસભાના આવનારા ચોમાસા સત્ર અંગે પણ ચર્ચા થવાની છે. આ સત્રમાં અનેક મહત્વના બિલો રજૂ થવાના હોવાથી, સરકારની નીતિઓ અને નિર્ણયોની દિશા સ્પષ્ટ થવાની છે. મંત્રિમંડળ બેઠકમાં કયા નવા બિલો રજૂ કરવા તે અંગે વિચારણા ઉપરાંત વિપક્ષના પ્રશ્નોને કેવી રીતે જવાબ આપવા તે અંગે પણ વ્યૂહરચના ઘડાશે.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
