<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

૬ લાખ લોકો મિસકોલ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાયાઃ ઇસુદાન ગઢવી

ગુજરાતમાં પણ વોટ ચોરી કરીને ભાજપે સરકાર બનાવી હોવાની અમને શંકા

 

 

રાજકોટઃ તા. ર૦, આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ પ્રદેશ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્‍ફરન્‍સ યોજી હતી આ પ્રેસ કોન્‍ફરન્‍સમાં પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પોતાની વાત રજુ કરતા જણાવ્‍યું હતું કે ગુજરાતમાં લોકોને ન્‍યાય  અપાવવાની વાત દૂર રહી પરંતુ જે લોકો પોતાનો વેપાર ધંધો ચલાવેછે એ લોકો પણ આજે આત્‍મહત્‍યા કરવા મજબૂર બન્‍યા છે.

ઇસુદાન ગઢવીએ જણાવ્‍યું હતું કે, ૬ લાખ લોકો મિસકોલ મારીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. છેલ્લા ર૦ દિવસમાં ૧૦,૦૦૦ થી વધુ  ભાજપ-કોંગ્રેસના નેતાઓ AAP માં જોડાયા છે.

ઇમાનદાર લોકોને આમઆદમી પાર્ટી ચુટણી લડવાની તક આપશે. કોંગ્રેસના કાર્યકર્તાઓને કહીશ કે કોંગ્રેસ પર ભરોસો કરશો નહી. ભાજપના ભ્રષ્‍ટ શાસનમાં પોતાની દુકાન ચલાવવા માટે એક મહિલાએ આત્‍મહત્‍યા કરવી પડી.

ભાજપના શાસનમાં દુકાન બચાવવા માટે મહિલાએ આત્‍મહત્‍યા કરી, બીજી બાજુ ઉદ્યોગપતિઓને બેફામ નાણા અને જમીનો ફાળવવામાં આવે છે. ગુજરાત દેવાના ડુંગરમા઼ દબાયું અને ભાજપના નેતાઓ મહેલમાં મ્‍હાલી રહ્યા છે. વોટ ચોરી મુદ્દે સૌથી પહેલા ખુલાસો અરવિંદ કેજરીવાલજીએ કર્યો હતો. અમને શંકા છે કે ગુજરાતમાં પણ વોટ ચોરી કરી ભાજપે સરકાર બનાવી છે. 

(2:55 PM IST)