તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
૪૦ થી વધુ ગુન્હાની દિલ્હીની ગેંગ વાયા વડોદરા ગુજરાતમાં પગ દંડો જમાવે તે પહેલા બરોડા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધી
સંસ્કારી નગરી અને આસપાસના વિસ્તારના ગુનેગારો પર જબરજસ્ત સિકંજો કસ્યા બાદ હવે બહારના રાજ્યના ગુનેગારોને શોધવા જબરજસ્ત વાયરલ અભિયાનની કથાઃ પોલીસ કમિશનર નરસિંહમાં કોમાંરનો નવતર પ્રયોગની ગાંધીનગર સુધી નોંધ લેવાઈ, આખા ગુજરાતમાં આ પેટર્ન લાગુ કરવા તૈયારીઓઃ ક્રાઈમ બ્રાન્ચ વડા લીના પાટીલ, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, ડીસીપી હરપાલસિંહ રાઠોડ અને પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી.તુવર.ટીમની કાબીલે દાદ કામગીરી

રાજકોટ, તા.ર૦: વડોદરા અને આસપાસના રીઢા ગુનેગારોને પકડવા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા ક્રાઇમ બ્રાંચની વિવિધ ટીમો બનાવી અને શહેરના તમામ વિસ્તારોની જવાબદારી અલગ અલગ ટીમોને સુપ્રત થતા સ્થાનિક પોલીસ પણ ઘતા ઝડપાઈ ન જવાય તે માટે તમામ પોલીસ મથકો ઉંધે માથે થયા છે, આવું અણધાર્યું પરિણામ અને તે પણ વડોદરા જેવા શહેરમાં આવતા પોલીસ કમિશનરે સ્ટાફની પીઠ થાબડી પણ પોતાના સીબીઆઈ બેક ગ્રાઉન્ડ અંતર્ગત રાજ્ય બહારના ગુનેગારો વડોદરા સહિત રાજકોટમાં આવે તેવી સંભાવના પણ સેન્ટ્રલ એજન્સીઓ સાથેના કોન્ટેક્ટ આધારે મળતા રોજ રોજ આખા રાજ્યમાંથી આવેલા ગુનેગારોને ઝડપવામાં માહિર વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચ વડા લીના પાટીલ, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, ડીસીપી હરપાલસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર જી.જાડેજા ટીમે આ જવાબદારી સાંભળી અને દિલ્હીમાં ૪૦ જેટલા ગુન્હાઓ આચરી વાયા વડોદરા ગુજરાતમાં ડેરા તંબુ તાણે તે પહેલા કાંઈમે બ્રાન્ચ સ્પીડ બેકર બની બંને રીઢા આરોપીઓને ઝડપી લીધેલ.
પકડાયેલ આરોપીઓમાં (૧) માનસિંગ ઉર્ફે મન્નુ ચંદ્રિકાસિંગ(ઠાકુર) ઉ.વ.૪૪ રહે. ઇન્યુ. સિલમપુર, નોર્થ ઇસ્ટ, ન્યુ દિલ્હી (ર) દિનેશ ઉર્ફે ડબ્બુ કમલપ્રકાશ નાયક ઉ.વ.૩૬) રહે. શાહદરા માનસરોવર પાર્ક નોર્થ ઇસ્ટ ન્યુ દિલ્હી પાસેથી એક સોનાની ચેઇન વજન ૯.૬પ૦ ગ્રામ કિ. ૮૧,૦૦૦, એક ચેઇનનો ટુકડો સોનાનો વજન ૧.૩૮૦ ગ્રામ કિ. ૧ર,૪ર૦, હિોર ગ્લેમર મોટર સાયકલ કિંમત ૬૦,૦૦૦, એક વિવો કંપનીનો મોબાઇલ ફોન કિંમત રૂા. પ૦૦૦ સહિત કુલ રૂા. ૧,પ૮,૪ર૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
