તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ
આજે સવારે ૬ વાગ્યાથી લઈને બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કપરાડા ૫ ઇંચ, વાપી, ધરમપુર, અને ખેરગામ ૨.૫ ઇંચ ભારે વરસાદને પગલે પાણી જ પાણી

(જીતેન્દ્ર રૂપારેલિયા)વાપીઃ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ જિલ્લામાં ભારે હેત વરસાવતા વલસાડ, વાપી સહિત અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.
ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર આજે સવારે ૬ વાગ્યાથી લઈને બપોરે ૧૨ વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો ગુજરાત ના ચેરાપુંજી સમાન કપરાડામાં ૧૨૩ મીમી, વાપી ૬૭ મીમી, ધરમપુર ૬૬ મીમી ખેરગામ ૬૧ મીમી, ડેડીયાપાડા ૫૭ મીમી, વાંસદા ૫૫ મીમી, કામરેજ ૫૩ મીમી, પારડી ૫૦ મીમી વરસાદ નોંધાયો છે.
આજે સવારે ૬ વાગ્યા થી લઈને બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કુલ ૧૧૦ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. (૪૦.૨૬)
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
