News of Wednesday, 20th August 2025
ભાજપની ધારાસભ્યોની બેઠક રદ : ભારે વરસાદને કારણભૂત માનવામાં આવે છે : ભાજપના કેટલાક ધારાસભ્યોને તો આ બેઠક માટે હજુ સુધી આમંત્રણ પણ મળ્યું નહોતું!
રાજ્યના અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિની પરિસ્થિતિને કારણે ધારાસભ્યોને પોતાના ક્ષેત્રમાં રહેવા સૂચના!

વિજય વસાણી, અકિલા : આવતી કાલે ગાંધીનગરના કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો અને પદાધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની હતી, જે હવે રદ કરવામાં આવી છે. આ બેઠક રદ થવા પાછળનું સત્તાવાર કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
પરંતુ, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાજ્યમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઈ હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠક રદ કરવાનો મુખ્ય હેતુ એ છે કે ધારાસભ્યો પોતાના વિસ્તારોમાં ઉપસ્થિત રહી શકે અને કટોકટીના સમયે સ્થાનિક વહીવટી તંત્ર સાથે મળીને રાહત અને બચાવ કામગીરીમાં સક્રિયપણે મદદ કરી શકે.
જોકે, બિનસત્તાવાર રીતે એવી પણ માહિતી મળી છે કે ભાજપના કેટલાક ધારાસભ્યોને તો આ બેઠક માટે હજુ સુધી આમંત્રણ પણ મળ્યું નહોતું. આ બાબત બેઠક રદ થવાના કારણો અંગે અનેક તર્કોને જન્મ આપે છે.
(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
