<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

અમદાવાદ જિલ્લામાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા વિશ્વ મચ્છર દિવસની ઉજવણી કરાઇ

જિલ્લામાં કુલ ૪૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૨૧૫ સબ સેન્ટરમાં કુલ ૪૬૨ જેટલા ગામોમાં વિશ્વ મચ્છર દિવસની ઉજવણી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ :  ૨૦ ઓગસ્ટ એટલે કે વિશ્વ મચ્છર દિવસ અને આ વિશ્વ મચ્છર દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં કુલ ૪૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૨૧૫ સબ સેન્ટરમાં કુલ ૪૬૨ જેટલા ગામોમાં વિશ્વ મચ્છર દિવસની ઉજવણી વિવિધ રીતે હાથ ધરવામાં આવી હતી. જેમાં લોકોમાં જનજાગૃતિ થાય અને મચ્છરજન્ય રોગોથી અવેરનેસ આવે અને મચ્છરો કરડવાથી બચે માટે ગ્રુપ ચર્ચા ડિસ્કશન કામગીરી, અને શાળાઓમાં વિઝ્યુઅલ એટલે કે ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી બાળકોમાં પણ ખાસ પ્રચાર કરવામાં આવે છે એમની સાથે સાથે ઘણા તળાવમાં અને ગપ્પી માછલી મૂકવામાં આવી છે નવી હેચરીઓ પણ ઉભી કરવામાં આવી છે ઘણી જગ્યાએ બાળકોએ પોતે મચ્છર અને ગપ્પી માછલી તરીકેનું એક પાત્ર અભિનય પણ કરેલ છે કે હું મચ્છર છું અને મચ્છર કેવી રીતે રોગ ફેલાવે છે એની વિગતો પણ આપી છે ગપ્પી માછલી કેવી હોય છે અને ગપ્પી માછલી આખો દિવસ શું કરે છે તેની વિગતો આપી છે આમ વિવિધ પ્રકારના ઉદાહરણો સાથે અમદાવાદ જિલ્લામાં વાહક જન્ય રોગો જેવા કે મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા ના થાય એમના માટે લોકોમાં જનજાગૃતિ થાય એવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે તેમ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું.

(6:24 PM IST)