તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
સુરતમાં ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા
કતારગામ વિસ્તાર પાણી ભરાયા: વેડ, ડભોલી રોડ, સિંગણપોર રોડ પાણીમાં ગરકાવ થયા

સુરતમાં સવારથી પડેલા ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. શહેરના વેડ રોડ ગુરુકુળ ખાતે પાણી ભરાયા છે. રસ્તાઓ ઉપર ગોઠણ સુધીના પાણી ભરાતા, વાહન ચાલકો પરેશાન થયા છે. એકે રોડ ઉપર પણ પાણી ભરાયા છે. પાણી જવાનો રસ્તોના હોવાથી પાણી ભરાઈ ગયા હોવાનું સ્થાનિકોનું કહેવું છે. સામાન્ય વરસાદમાં પણ ઉમિયા ધામ નજીકના રોડ પર બંને સાઈડ પાણી ભરાયા છે. સુરતના કતારગામ વિસ્તાર પાણી ભરાયા છે. વેડ, ડભોલી રોડ, સિંગણપોર રોડ પાણીમાં ગરકાવ થયા છે. રોડ પર પાણી ભરાતા વાહનો થંભી ગયા છે. સીઝનમાં બીજી વાર કતારગામમાં વરસાદી પાણી ભરાયા છે
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
