<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

તાપીના ઉકાઈ ડેમના 9 દરવાજા ખોલાયા : હેઠવાસના 10 ગામને સાવચેત કરાયા

ડેમના હાઇડ્રો પાવરના ચાર યુનિટની સાથે ડેમના 7 ગેટ 7 ફુટ અને 2 ગેટ 8 ફૂટ ખોલી 1 લાખ 25 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે

તાપીના ઉકાઇ ડેમમાં પાણીની વિપૂલ માત્રામાં આવક થવા પામી છે. જેના કારણે, ઉકાઈ ડેમના 9 ગેટ મારફતે 1 લાખ 25 હજાર ક્યુસેક પાણી છોડતાં તંત્ર દ્વારા નીચાણવાળા 10 ગામોને એલર્ટ કરાયાં છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક આવતા ડેમના હાઇડ્રો પાવરના ચાર યુનિટની સાથે ડેમના 7 ગેટ 7 ફુટ અને 2 ગેટ 8 ફૂટ ખોલી 1 લાખ 25 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

ડેમમાં ઉપરવાસથી 1 લાખ 39 હજાર 323 ક્યુસેક પાણી આવક નોંધાઈ છે. ડેમની જળ સપાટી 334.80 ફૂટ પર પહોંચી. ડેમના રૂલ લેવલ 335 ફૂટ નજીક પહોચતા બપોરે બે કલાકથી પાણી છોડવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. હાલ ઉકાઇ ડેમના ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી 1,38, 230 ક્યુસેક અને હાથનુર ડેમમાંથી 1,43,414 ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાં આવી રહ્યું છે.

તંત્ર દ્વારા નીચાણવાળા 10 ગામોના સરપંચ તેમજ તલાટીઓને એલર્ટ કરી આકસ્મિત સંજોગોમાં નજીકના આશ્રય સ્થાન પર સ્થળાંતર કરવા માટે સૂચના અપાઈ છે.

(7:08 PM IST)