તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
મહીસાગરના બહુ ચર્ચિત મસમોટા 123 કરોડના નળ સે જળ કૌભાંડ મામલે વધુ 2 આરોપીઓની ગાંધીનગરથી ધરપકડ
નળ સે જળમાં કૌભાંડમાં બન્નાલાલ રબારીના 43946234.10 કરોડની રિકવરી અને ચીમનભાઈ પટેલ ના 18612168.33 કરોડની રિકવરી કરાશે

મહીસાગરના બહુ ચર્ચિત મસમોટા 123 કરોડના નળ સે જળ કૌભાંડ મામલે વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે વધુ 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે નળ સે જળ યોજનામાં કૌંભાડમાં વધુ 2 આરોપીઓને ગાંધીનગરથી ઝડપી પાડ્યા છે. બન્ને કોન્ટ્રાક્ટરોએ સરકારને કરોડોનો ચુનો લગાવ્યો હોવાનો આરોપ કરાયો છે. ચીમનભાઈ એસ પટેલ ( સી. એસ.પટેલ ) અને બન્નાલાલ રબારી આ બને એજન્સીઓ આચર્યું છે નળ સે જળમાં કૌભાંડ. જેમાં બન્નાલાલ રબારીના 43946234.10 કરોડની રિકવરી અને ચીમનભાઈ પટેલ ના 18612168.33 કરોડની રિકવરી કરાશે. મોટી રકમની રિકવરી ધરાવતા કોન્ટ્રક્ટરો હવે સીઆઈડી ના નિશાને આવ્યા છે. એકબાદ એક કોન્ટ્રાક્ટરોની ધરપકડ થતા કૌભાંડી કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અત્યાર સુધીમાં સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મુખ્ય 12 તત્કાલીન વાસ્મો કર્મચારી પૈકી 2 અને ત્યારબાદ એ સિવાયના કોન્ટ્રાકટર, સરપંચ મળી 4 સહીત કુલ કુલ 6 ને ઝડપી લેવામાં આવ્યા હતા
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
