<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

મધુબન ડેમ છલોછલ : ડેમના 10 દરવાજા 1.50 મીટર ખોલાયા : ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું

દમણ, દાદરા નગર હવેલી અને વલસાડના દમણગંગા નદી કિનારાના ગામોને એલર્ટ કરી દેવાયા

વલસાડ : હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે મધુબન ડેમ છલોછલ ભરાયો છે. મધુબન ડેમના 10 દરવાજા 1.50 મીટર ખોલવામાં આવ્યા છે. મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડાયું છે. ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. મધુબન ડેમની સપાટી 76.05 મીટર છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે મધુબન ડેમમાંથી પાણી છોડાતા દમણ, દાદરા નગર હવેલી અને વલસાડના દમણગંગા નદી કિનારાના ગામોને એલર્ટ કરી દેવાયા છે. હાલ, નીચાણવાળા વિસ્તારમાં અને નદી કિનારે નહીં જવા લોકોને સાવચેત કરાયા છે.

 

(8:35 PM IST)