તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
રાજુલાના ધાતરવાડી ડેમ-2ના 10 દરવાજા ખોલાયા: જાફરાબાદના પીપાવાવ પોર્ટ વિસ્તારમાં ભારે વરસાદ
ખાખબાઇ, વડ, છતડિયા, હિંડોરણા, રામપરા સહિતના ગામોને એલર્ટ: લોઠપુર, કોવાયા અને ઉછેયા સહિતના ગામોને પણ એલર્ટ અપાયું

અમરેલીના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા રાજુલાના ધાતરવાડી ડેમ-2માં પાણીની ભારે આવક થઈ છે.જેના પગલે ડેમના 10 દરવાજા ખોલાયા છે. જાફરાબાદના પીપાવાવ પોર્ટ વિસ્તારમાં વરસાદ જામ્યો છે. ધોધમાર વરસાદ થતા ડેમમાં પાણીની આવક વધી છે. જેના પગલે ખાખબાઇ, વડ, છતડિયા, હિંડોરણા, રામપરા સહિતના ગામોને એલર્ટ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત લોઠપુર, કોવાયા અને ઉછેયા સહિતના ગામોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
