<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

વ્યારાના DySP નિકિતા શિરોયા દોઢ લાખની લાંચ લેતા ACBના છંટકામાં સપડાયા: પોલીસ બેડામાં ખળભળાટ

એટ્રોસિટીના કેસમાં એરેસ્ટ નહીં કરવા બદલ ફરિયાદી પાસે લાંચ માગી હતી : એસીબીએ છંટકું ગોઠવતા DySP નિકિતા શિરોયા સાથે હેડ કોન્સ્ટેબલ પણ લાંચ લેતા ઝડપાયા.

તાપીના વ્યારાના ડીવાયએસપી નિકિતા શિરોયા લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે.

મળતી માહિતી મુજબ, વ્યારાના DySP નિકિતા શિરોયા રૂપિયા દોઢ લાખની લાંચ લેતા ACBના છંટકામાં સપડાયા છે. એટ્રોસિટીના કેસમાં એરેસ્ટ નહીં કરવા બદલ ફરિયાદી પાસે લાંચ માગી હતી. ACBએ બાતમીના આધારે છંટકું ગોઠવતા DySP નીકીતા શીરોયા, એસ.સી.એસ.ટી.સેલની જી.વ્યારા-તાપી.અને હે.કો. નરેન્દ્રભાઇ રમણભાઇ ગામીત, એસ.સી.એસ.ટી.સેલ , જી.વ્યારા-તાપી લાંચ લેતા ઝડપાયા છે .

કાકરાપારપોલીસ સ્ટેશનમાં ફરીયાદી અને તેમના કુટુંબીજનો તથા તેમના બે મિત્રો સહિત કુલ-8 શખ્સો વિરૂદ્ધ એટ્રોસીટી એક્ટ અને દહેજ પ્રતિબંધક ધારા મુજબનો ગુનો દાખલ થયેલો છે. તેની તપાસ વ્યારાના DySP અને હેડ કોન્સ્ટેબલ કરી રહ્યા હતા. આ ગુનામાં ફરીયાદીના મિત્રો અને કૂટુંબીજનોને એરેસ્ટ નહી કરવાના બદલામાં અને હેરાનગતી નહી કરવાના બદલામાં બંન્ને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં સૌપ્રથમ ફરીયાદી પાસે રૂ,૪,૦૦,૦૦૦/-ની લાંચની માંગણી કરી હતી પરંતુ રકઝકના અંતે રૂ.૧,૫૦,૦૦૦/- આપવાનુ નક્કી થયુ હતુ. જોકે ફરીયાદી આ લાંચની રકમ આપવા માગતા ન હોવાથી ACBનો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ લાંચનુ છટકુ ગોઠવવામાં આવ્યું હતું, અને છટકા દરમિયાન એલ એન્ડ ટી કોલોની બહાર જાહેર રસ્તા ઉપર ખાનગી ગાડી લઈને લાંચના નાણા લેવા આવેલા વ્યારાના DySP નિકિતા શિરોયા અને હેડ કોન્સ્ટેબલ હતા. જોકે ACBની ભણક લાગતા બન્ને અધિકારીઓ લાંચના નાણા સ્વીકાર્યા વગર જ પોતાની ખાનગી ગાડી લઈને ભાગી ગયા હતા.

ગુજરાતમા ACB વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.

(8:43 PM IST)