તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 13થી વધુ જિલ્લામાં રેડ ઍલર્ટ : હવામાન વિભાગનું ત્રણ કલાકનું નાવ કાસ્ટ જાહેર
રેડ એલર્ટ સાથે અમદાવાદ ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા કચ્છ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં જૂનાગઢના મેંદરડા, કેશોદ, વંથલી સહિતના વિસ્તારોમાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તેવામાં હવામાન વિભાગે ત્રણ કલાકનું નાવકાસ્ટ જાહેર કર્યું છે. જેમાં કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 13થી વધુ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે.
રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 3 કલાકમાં અતિ ભારે અને ભારે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે સાંજે 7 વાગ્યાથી આગામી 3 કલાક માટે ભારે વરસાદની શક્યતા છે. રેડ એલર્ટ સાથે અમદાવાદ ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા કચ્છ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. ઓરેન્જ એલર્ટ સાથે જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ પોરબંદર ભાવનગર બનાસકાંઠા પાટણ મહેસાણા ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. તો બીજીતરફ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ દીવમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
