<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

ધારીખેડા રોડ પર અજાણ્યા વાહને ટક્કર મારતા યુવાનનું સારવાર દરમિયાન મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લા નાંદોદ તાલુકામાં થયેલ અકસ્માતમાં એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

      મળતી માહિતી અનુસાર ઓમશંકર વલરામ ખુશવાહા (ઉ.વ.૨૯) ધંધો.સેન્ટીંગ કામ ( હાલ રહે.ધારીખેડા નર્મદા સુગર ફેક્ટરી) નાઓ એ આપેલ ફરિયાદ મુજબ તેમના મિત્ર મરનાર સુજીતકુમાર નન્દદેવ સિંહ (ઉ.વ.આ.૩૨)( રહે ગ્રામ ચોરા પોસ્ટ તા. પરસોડીહ થાના ભવનાથપુરા (ઝારખંડ) નાઓને ગઇ તા.૧૫/૦૮/૨૦૨૫ ના રોજ એક અજાણ્યા વાહન ચાલકે પોતાના કબજાનું વાહન પૂરઝડપે હંકારી લાવી મરનારને રાજપીપલા અંકલેશ્વર હાઇવે રોડ ઉપર ઇન્ડીયન ઓઇલ પેટ્રોલ પંપથી નર્મદા સુગર ફેકટરી ધારીખેડાના મેઇન ગેટ વચ્ચે આવેલ હાઇવે રોડ ઉપર રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં પાછળથી ટક્કર મારી એક્સિડન્ટ કરતા મરનારને માથાના ભાગે ગંભીર ઇજાઓ તથા શરીરે નાની મોટી ઇજાઓ પહોંચાડી એસ.એસ.જી. હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર દરમ્યાન તા.૧૮/૦૮/૨૦૨૫ ના રોજ મોત નિપજાવી ગુનો કરતા આમલેથા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(10:38 PM IST)