<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

ચીકદા ગામે આવેલ ઉર્વિશી પલ્પ એન્ડ પેપરમીલના પ્લાન્ટમાંથી રૂ.૯૭,૫૦૦ ની ચોરી

(ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ચીકદા ગામે આવેલ પેપર મીલમાંથી ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે
       પ્રાપ્ત વિગતો અનુસાર ભાર્ગવ ધનશ્યામભાઈ પટેલ સાઇટ ઇન્ચાર્જ( રહે.ચીકદા પટેલ ફળીયુ ) નાઓ એ આપેલ ફરિયાદ મુજબ કોઇ અજાણ્યા ચોર ઇસમે તા.૧૮/૦૮/૨૦૨૫ ના રોજ થી તા.૧૯/૦૮/૨૦૨૫ ના રોજ ચીકદા ગામે આવેલ ઉર્વિશી પલ્પ એન્ડ પેપરમીલ પ્રાઇવેટ લીમીટેડ (અંકલેશ્વર યુનીટ) કંપનીની પ્લાન્ટમાં ઇન્વેટર નં.૫,૬,૭, અને ૮ માં સોલાર પેનલની રો ના અંદરના કેબલો આશરે ઓગણીસો પચાસ મીટર કોપર સ્ટ્રીગ કેબલ (૬ સ્ક્વેર એમ.એમ) ના કિ.રૂ.૯૭,૫૦૦/- નો મુદ્દામાલ કોઇ અજાણ્યો શખ્શ ચોરી કેબલો કાપીને નુકશાન પહોચાડી ચોરી કરી લઇ જઇ ગુનો કરતા દેડિયાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:40 PM IST)